Home> Entertainment
Advertisement
Prev
Next

સૈફ અલી ખાનની લેટેસ્ટ 'બાઝાર'નું ટ્રેલર જાહેર, છે ગુજરાતી ડાયલોગ્સની તડાફડી

આ ફિલ્મથી વિનોદ મહેરાનો દીકરો રોહન મહેરા બોલિવૂડમાં એન્ટ્રી લઈ રહ્યો છે

સૈફ અલી ખાનની લેટેસ્ટ 'બાઝાર'નું ટ્રેલર જાહેર, છે ગુજરાતી ડાયલોગ્સની તડાફડી

મુંબઈ : બોલિવૂડ એક્ટર સૈફ અલી ખાાનની ઘણા વખતથી કોઈ ફિલ્મ રિલીઝ નથી થઈ. જોકે હવે તેનો નવો પ્રોજેક્ટ રિલીઝ માટે તૈયાર છે. તેની આગામી ફિલ્મ ‘બાઝાર’નું ટ્રેલર રીલીઝ થયું છે અને જોતજોતામાં જ તે ખૂબ વાયરલ થઈ ગયું છે. ટ્રેલરમાં હની સિંહના ગીતનો પણ થોડો હિસ્સો નાખવામાં આવ્યો છે. ગૌરવ કે. ચાવલાના નિર્દેશનમાં બની રહેલી આ ફિલ્મ 28 ઓક્ટોબરે રિલીઝ થઈ રહી છે. જણાવી દઈએ કે, ફિલ્મ શેર બજારની આંટીઘૂટી પર આધારિત છે. આ ફિલ્મથી વિનોદ મહેરાનો દીકરો રોહન મહેરા બોલિવૂડમાં એન્ટ્રી લઈ રહ્યો છે

‘બાઝાર’નું ટ્રેલર ખૂબ થ્રિલિંગ છે. આમાં સૈફ ઉપરાંત રોહન મેહરા, રાધિકા આપ્ટે અને ચિત્રાંગદા સિંહ પણ દેખાઈ રહ્યાં છે. રિઝવાન અહેમદ (રોહન મેહરા) ઈલાહાબાદથી મુંબઈ આવે છે અને શકુન કોઠારી (સૈફ અલી ખાન) સાથે કામ કરી મોટો માણસ બનવા માગે છે. ટ્રેલરમાં કોઈ એક્શન સીન નથી પણ સ્પષ્ટપણે જોઈ શકાય છે કે, દરેક પાત્ર માઈન્ડ ગેમ રમી રહ્યું છે.

સૈફ અલી ખાનની આ ફિલ્મમાં અભિનેત્રી ચિત્રાંગદા સિંઘનો એક સેક્સી ડાન્સ હશે એવી માહિતી મળી હતી. જો કે આ ડાન્સ મોટે ભાગે પ્રમોશનલ વિડિયોમાં રજૂ થશે. ઘણું કરીને ફિલ્મમાં આ ડાન્સ જોવા નહીં મળે. આ વીડિયો ક્લીપમાં એની સાથે ફિલ્મના મોટાભાગનાં કલાકારો પણ હશે. અગાઉ એણે ટોચના એક્શન સ્ટાર અક્ષય કુમારની સુપરહિટ નીવડેલી ફિલ્મ ગબ્બર ઇઝ બેકમાં આવો ડાન્સ કર્યો હતો. 

બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More